Content-Length: 106305 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%9B%E0%AA%82%E0%AA%A6

છંદ - વિકિપીડિયા લખાણ પર જાઓ

છંદ

વિકિપીડિયામાંથી

કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.

મુખ્ય પ્રકાર

[ફેરફાર કરો]
  • અક્ષરમેળ છંદ
  • માત્રમેળ છંદ

લગુ ગુરુ કોષ્ટક

[ફેરફાર કરો]
કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ
લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ

લઘુ અક્ષરો

[ફેરફાર કરો]

જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર લઘુઅક્ષર જેવા કે; ક, કિ, કુ, કૃ છે. લઘુઅક્ષર માટે U (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.

ગુરુ અક્ષરો

[ફેરફાર કરો]

જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર ગુરુઅક્ષર છે, જેવા કે; કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ

જોડાક્ષરનો નિયમ

[ફેરફાર કરો]

જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ)

સિ, ખિ, જુ, વિ, બુ, લુ, જિ, સ, ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.

આ સંયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.

પણ લડયો, પડયો, ચડયો, મળ્યો - આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.

અનુસવારનો નિયમ

[ફેરફાર કરો]

જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર

વિસર્ગનો નિયમ

[ફેરફાર કરો]

વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.

(ઉદા. નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ, નિઃસંતાન)

પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.

છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.

છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.

માત્રા

[ફેરફાર કરો]

માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.

યમાતારાજભાનસલગા

[ફેરફાર કરો]
ગણ બંધારણ દ્વી અંક ક્રમ
યમાતા 011 ->3
માતારા 111 ->7
તારાજ 110 ->6
રાજભા 101 ->5
જભાન 010 ->2
ભાનસ 100 ->4
નસલ 000 ->0
સલગા 001 ->1
0
ગા ગા 1








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%9B%E0%AA%82%E0%AA%A6

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy