પુરૂરવા
પુરૂરવા | |
---|---|
માહિતી | |
કુટુંબ | ઇલા (માતા), બુધ (પિતા) |
પુરુરવા (સંસ્કૃત: पुरूरवाः), ચંદ્રવંશના પ્રથમ રાજા હતા. વેદાનુસાર, તેઓ સૂર્ય અને ઉષા સાથે સંકળાયેલી એક પૌરાણિક અસ્તિત્વ છે, જેઓ બ્રહ્માંડ મધ્ય ભાગમાં રહે છે. ઋગ્વેદ[૧] મુજબ તેઓ ઇલાના પુત્ર અને ધર્મનિષ્ઠ રાજા હતાં.[૨] જો કે, મહાભારત મુજબ ઇલા તેમના માતા અને પિતા બંને હતા. વિષ્ણુ પુરાણ અનુસાર, તેમના પિતા બુધ હતા.
ઉર્વશી અને પુરુરવાનું વૃતાંત
[ફેરફાર કરો]ઉર્વશી અને પુરુરવાની કથાનું પહેલું વર્ણન ઋગવેદ અને સત્પથ બ્રાહ્મણ માં જોવા મળે છે. પાછળના સંસ્કરણો મહાભારત, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ[૩] અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. રાજા પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથા, મહાન સંસ્કૃત કવિ કાલિદાસ વિક્રમોર્વશીયમ્ નાટકમાં પણ લખાયેલી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ (રુચા.૯૫.૧૮)
- ↑ Misra, V.S. (2007). Ancient Indian Dynasties, Mumbai: Bharatiya Vidya Bhavan, ISBN 81-7276-413-8, p.57
- ↑ Dandekar, R.N. (1962). Indian Mythology in S. Radhakrishnan ed. The Cultural Heritage of India, Calcutta: The Ramakrishna Mission Institute of Culture, ISBN 81-85843-03-1, pp.229–30, 230ff
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |