Content-Length: 195047 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80

માયાવતી - વિકિપીડિયા લખાણ પર જાઓ

માયાવતી

વિકિપીડિયામાંથી
માયાવતી
צילום מ-2012
જન્મ૧૫ જાન્યુઆરી ૧૯૫૬ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • દિલ્લી વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
રાજકીય પક્ષBahujan Samaj Party Edit this on Wikidata
પદની વિગતChief Minister of Uttar Pradesh (૧૯૯૫–૧૯૯૫), રાજ્યસભાના સભ્ય (૨૦૧૨–૨૦૧૭) Edit this on Wikidata

માયાવતી (હિંદી: मायावती) (જન્મ જાન્યુઆરી 15, 1956) એક ભારતીય રાજકારણી છે.તેણી ભારતના સૌથી વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશના ભુતપુર્વમુખ્ય મંત્રીહતા.[][] ત્રણ ટૂંકા શાસનકાળ 1995 અને 2003ની વચ્ચે ચોથી વખત તેણીએ આ કાર્યાલય પર કબજો જમાવ્યો છે. તેણીને ટેકો આપનાર તેને "બહેનજી", કે બહેનના નામે ઉલ્લેખે છે.[]39 વર્ષની ઉંમરે, અપરણીત માયાવતી સૌથી જુવાન રાજકારણી છે જે ઉત્તર પ્રદેશની મુખ્ય મંત્રી બની.[] કુમારી માયાવતી ભારતના લાખો દલિતો, કે "અછૂતો" માટે આદર્શ મૂર્તિ સમાન છે જે અત્યારે પણ તેણીને માટે મહત્વની ભૂમિકા પૂરી પાડી રહ્યાં છે સદીઓ સુધી ઉચ્ચ જાતિના હિંદુઓના જુલમ સહ્યા બાદ.[]

પૂર્વજીવન

[ફેરફાર કરો]

માયાવતીનો જન્મ બુલન્દ શહરમાં માતા રામરાતી અને પિતા પ્રભુ દાસના કુંટુંબમાં થયો હતો. પિતા પ્રભુ દાસ, ટેલિફોન વિભાગમાં કારકુન તરીકે કામ કરતા હતા. તેણી દિલ્હીની કાલિન્દી કોલેજમાંથી સ્નાતક થયા અને કાયદા અને શિક્ષણની સ્નાતક પદવીઓ ધરાવે છે. તેણીએ શિક્ષક તરીકે દિલ્હીમાં કામ કર્યું હતું (ઇન્દપુરી જેજે વસાહત). ૧૯૭૭માં, કાંશીરામ રાણાએ તેણીના જીવન પર ભારે પ્રભાવ પાડ્યો જેના પરિણામે તેણીએ જ્યારે કાંશીરામ રાણાએ ૧૯૮૪ માં બહુજન સમાજ પાર્ટી (BSP)નો પાયો નાખ્યો ત્યારે તેના મૂળ જૂથમાં તેણી જોડાયા. થોડા વખત બાદ, તેણીએ તેનો કારકીર્દિ માર્ગ બદલ્યો અને સંપૂર્ણ સમય માટે રાજકારણમાં દાખલ થયા.

રાજકીય કારકીર્દિ

[ફેરફાર કરો]

૧૯૮૪માં, કાંશીરામ બૌદ્ધ ધર્મીઓ અને દલિતોનું પ્રતિનિધિત્વ કરવા બહુજન સમાજ પાર્ટી(BSP)ની એક પક્ષ તરીકે સ્થાપના કરી અને શ્રી માયાવતી આ સંગઠના એક સભ્ય બન્યા. તેણીના માર્ગદર્શક, બહુજન સમાજ પક્ષ બીએસપી (BSP)ના પ્રમુખ કાંશીરામ રાણા, તેમનું રાજકીય આવરણ તેણીને આપવા માટે આતુર હતા.૨૦૦૧માં, કાંશીરામ રાણાએ તેણીનું નામ તેમના વારસદાર તરીકે રાખ્યું. એપ્રિલ ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (BSP)ની રચના, અને માયાવતી માટે તેનું પ્રથમ ચૂંટણી ઝુંબેશ ક્ષેત્ર કિરાનાથી લોકસભા બેઠક મુઝફ્ફરનગર જિલ્લામાં ૧૯૮૪માં, અને ફરીથી લોકસભાની બેઠક બીજનોર ૧૯૮૫માં અને હરીદ્વાર ૧૯૮૯માં.[] જોકે કાંસીરામ સાહેબ જીત્યા નહી, પણ મતાધિકાર આધારીત આ અનુભવે તેમને પાયામાં જે નોંધપાત્ર કામ કર્યા તે તેમને આવનારા પાંચ વર્ષો તરફ દોરી ગયો, (મહસુદ એહમદ અને અન્ય સંગઠન સાથે કામ કરીને), અને ૧૯૮૯માં, તેમના પક્ષે ૯% લોકપ્રિય મતે જીતાડ્યા, અને ૧૩ બેઠકો ૧૯૮૯માં, અને ૧૧બેઠકો ૧૯૯૧માં. માયાવતીજીએ પહેલી વખત ૧૯૮૯માં બીજનોરથી લોકસભાની ચૂંટણી જીતી. ૧૯૯૫માં, જ્યારે તેણી રાજ્યસભાના સભ્ય હતા, ત્યારે તેણી ટૂંક-આવરદાવાળી મિશ્ર સરકારમાં મુખ્ય મંત્રી બન્યા, અને તેના પદને ૧૯૯૬માં બે મતદારક્ષેત્ર પરથી જીતીને કાયદેસર કર્યું. ૧૯૯૭માં ટૂંકા ગાળા માટે તેણી ફરી વાર મુખ્ય મંત્રી બન્યા, અને ત્યારબાદ થોડા લાંબા ગાળા માટે ૨૦૦૨ થી ૨૦૦૩સુધી ભારતીય જનતા પક્ષથી જોડાઇને તેણી મુખ્ય મંત્રી રહ્યા.

૨૦૦૩માં, તેણીના ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકેની અવધિઓમાંથી એક વખત, માયાવતીજી પર તેમના વિરોધી સમાજવાદી પક્ષે ભષ્ટ્રાચારનો આરોપ મૂક્યો હતો.સમાજવાદી પક્ષના કાયદા ધડનારાઓએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલને વિડિયો કેસેટ અને એક સીડી (CD) રજૂ કરી, જેમાં તેમના દાવા પ્રમાણે માયાવતી તેણીનીના એમએલએને (MLAs) તેઓની વાર્ષિક સંધના ભંડોળને બીએસપી (BSP) પક્ષ ભંડોળ તરીકે સુપરત કરવાનું કહેતા હોય તેવું બતાવવામાં આવ્યું હતું.[] ત્યારબાદ ટૂંકસમયમાં, માયાવતીજીએ તેના અણગમતા વ્યક્તિઓ પર ૧૪૦ કરતા વધુ ફરિયાદી અરજીઓ કરી, અને સમાજવાદી પક્ષના નેતા, મુલાયમ સિંહ યાદવ પર, જ્યારે તે ૧૯૯૫-૯૬માં સરકારમાં મુખ્ય મંત્રી તરીકે હતા ત્યારે તેમને વિવેક છોડી ભંડોળનો દુરઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો.વધુમાં તેણીએ સમાજવાદી પક્ષના અન્ય નેતાઓ પર પ્રથમ માહિતી અહેવાલ એફઆઇઆર (FIRs) નોંધાવી.

2007 યુ.પી વિધાનસભાની ચૂંટણીઓ

[ફેરફાર કરો]

મત ગણતરીના અનુમાનોને વિપરીત, બહુજન સમાજ પાર્ટી(BSP) બહુમતીથી જીતી ગઇ, ૧૯૯૧ બાદ પહેલી વખત આટલી બહુમતી મળી હતી. માયાવતીજી એક બહુજન સમાજ પક્ષ માટે પહેલી વાર બ્રાહમણો, ઠાકુરો, મુસ્લમાનો અને ઓબીસી(OBC)ઓનો મત ખેંચવામાં સફળ થયા, અંશત કારણ કે બહુજન સમાજ પક્ષ(BSP)એ આ જાતિઓના લોકોને પણ બેઠક ફાળવી હતી. આ માં એક સુત્રની પણ સહાયતાથી હતી: હાથી નહી, ગણેશ હૈ, બ્રહ્મા, વિષ્ણુ મહેશ હૈ

મુખ્ય મંત્રી, 2007

[ફેરફાર કરો]

૧૩ માર્ચ 2007 ચોથી વખત માયાવતીજી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા. તેણીએ કાર્યસૂચિની જાહેરાત કરી કે તે નબળા ભાગને સામાજિક ન્યાય મળે તેવી જોગવાઇ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરશે અને બેકારોને નાણાં ફાળવવાને બદલે રોજગારની તકો ઊભી કરવાની તાજવીજ હાથ ધરશે. તેણીનું સુત્ર હતું "ઉત્તર પ્રદેશ" ("ઉત્તર ક્ષેત્ર")ને "ઉત્તમ પ્રદેશ" ("શ્રેષ્ઠ ક્ષેત્ર") બનાવવું. તેણીનું પહેલું કામ હતું બે આઇએએસ (IAS) અધિકારીઓને થોડા સમય તેમની અયોગ્ય કામગીરી માટે બરતરફ કરવાનું તેમની પર આરોપ હતો કે તે લખનઉના આંબેડકર ઉદ્યાનની જાણવણી કરવામાં તે અસમર્થ રહ્યા હતા: બી.બી. સિંગ, ઉપ-પ્રમુખ એલડીએ (LDA), અને એસ.કે. અગ્રવાલ (પીડબલ્યુડી(PWD)) આચાર્ય પ્રમુખ શાખા.) અને અન્ય નીચલી હારના અધિકારી. મોટા પાયે માનવામાં આવતું હતું કે આ અધિકારીઓ મુલાયમ સિંહ યાદવની સરકારની વધુ નજીક હતા.[] તેણીએ લગભગ 100 પોલીસ અધિકારીઓની બદલી કરી.[]

તેણીના મત મુજબ, તે યુપી પોલીસ વિભાગમાંથી ભષ્ટ્રાચારને સાફ કરવાનું કામ કરી રહી હતી, જ્યારે અન્ય પક્ષો દાવો હતો કે સરકારી અધિકારીઓનું જૂથ બનાવીને જે તેણીના પોતાના નિયંત્રણમાં હોય તેણી ભષ્ટ્રાચારને પોષી રહયા છે. આ ઝુંબેશ એક મોટો ફટકો હતો તેવા ભષ્ટ્રાચારી પોલીસ અધિકારીઓ પર જે તે પહેલાની મુલાયમ સિંહના શાસનકાળ સમયે ભરતી થયા હતા. અનિયમિત ભરતી પ્રકિયાના કારણે અત્યાર સુધીમાં 17,868 પોલીસકર્મીઓએ પોતાની નોકરી ગુમાવી છે અને 25 આઇપીએસ (IPS) અધિકારીઓને પોલીસ સિપાઇની ભરતીના ભષ્ટ્રાચારમાં સંડોવાયેલા હોવાને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.[૧૦] તેણીએ આગળ પડતા નાયક અમિતાભ બચ્ચનની બારાબન્કીની જમીનથી જોડાયેલ સોદાની દલીલ અરજીને પણ ફરી ખોલાવી, જે પહેલા સમાજવાદી પક્ષ શાસનપદ્ધતિ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા. ઉચ્ચ જાતિના મતો પર એક આંખ રાખતા, તેણી હવે જાતિ-આધારીત આરક્ષણના બદલે ગરીબી-આધારીત આરક્ષણ નીતિની વાતો કરે છે.માયાવતીજીએ બધાનો ન્યાય થશે તેવા આશા આપી

2009ની સંસદીય ચૂંટણીઓ

[ફેરફાર કરો]

માયાવતીજીની બીએસપી (BSP) 2009ની સામાન્ય ચૂંટણીઓમાં અપેક્ષિત પરિણામ ન મેળવી શક્યા. બીએસપી (BSP), જેને લોકસભામાં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 35 કરતા વધુ બેઠકો મળવાની આશા હતી, તેને માત્ર 20 બેઠકો મેળવવાની જ સફળતા પ્રાપ્ત થઇ. બીએસપી (BSP)ને યુપીમાં અન્ય કોઇ પણ રાજકીય પક્ષ કરતા સૌથી વધુ પ્રમાણમાં (27.42%) મત મળ્યા. તેણે રાષ્ટ્રીય મતદાન પ્રમાણની સત્રના આધારે ત્રીજું સ્થાન મેળવ્યું (6.17%).[૧૧].

વિવાદો

[ફેરફાર કરો]

તાજ કૉરિડોર કેસ

[ફેરફાર કરો]

2002-2003માં જ્યારે તાજ કૉરિડોર કેસ નામે એક કૌભાંડનો આક્ષેપ કરાયો, તે વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી પર ભષ્ટ્રાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણીની મુખ્ય મંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન તાજ કૉરિડોર નામની એક યોજના હેઠળ તાજ મહાલની પાસે પ્રવાસી માટેની સુવિધામાં વધારો કરવામાં આવવાનો હતો. બીજેપીની (BJP) સરકાર ત્યારે કેન્દ્ર સરકારમાં હતી અને તે સમયે તાજ મહાલ પાસે થનારી આવી યોજના માટે વાતાવરણને લગતી જરૂરી વધારાની મંજૂરી તેણી આપી હતી. માયાવતીજીએ કશું પણ ખોટું કર્યું હોવાનો ઇન્કાર કર્યો.[૧૨]

ભારતની સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય તપાસ વિભાગને આ મુદ્દે તપાસ કરવાનો આદેશ આપ્યો, ખાસ કરીને માયાવતીજી અને વાતાવરણ માટેના કેન્દ્રીય મંત્રી, નસીમુદ્દીન સીદ્દીકીના આ કૌભાંડમાં સંડોવણી અંગે તપાસ કરવાનું જાણાવ્યું. ઉપરોક્તમાં તપાસના નિષ્કર્ષને, ઉત્તર પ્રદેશના રાજ્યપાલના નિર્ણયોના અહેવાલ મુજબ કે જેમણે ત્યારબાદ બન્નેના ફરિયાદ પક્ષને કાયદાની કલમ 197 સીઆર. હેઠળ મંજૂરી આપવાની મનાઇ ફરમાવી હતી. પી.સી. આ નામંજૂરીએ વળી પાછું તેને ભારતની સર્વોચ્ચ અદાલત આગળ ખેંચી લાવ્યું જ્યાં ન્યાયાલયે નક્કી કર્યું કે આવી કાયદાની કલમનો ઠરાવ કરવાનું તેમના અધિકારક્ષેત્રની બહારનું છે અને તે કાર્યકારીને (અહીંયા,ઉત્તર પ્રદેશના રાજ્યપાલને) જેમ યોગ્ય લાગે તેમ કરવાની સ્વતંત્રતા છે.[૧૩]

જન્મદિવસની ભેટો

[ફેરફાર કરો]

માયવતીજીના પાછલા જન્મદિવસો પ્રચારમાધ્યમ માટે મહત્વના બનાવરૂપ હતા જેમાં તેણી હીરાઓથી લદાયેલા નજરે પડતા હતા.[૧૪].તેણીના હાલના જન્મદિવસ પર માયાવતીજીએ 7,312 કરોડ કરતા વધુની અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. તેણીના જન્મદિવસને જનકલ્યાણકારી દિવસ તરીકે જોવામાં આવ્યો.[૧૫]

મૂર્તિઓ

[ફેરફાર કરો]

તેણીના મુખ્ય મંત્રી તરીકે શાસનકાળ દરમિયાન, માયાવજતીજીએ કેટલાક બૌદ્ધધર્મિ અને દલિત નાયકો જેવા કે ડૉ.ભીમરાવ રામજી આંબેડકર અને અન્યમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ગૌતમ બુદ્ધ,મહાત્મા જ્યોતિરાવ ફુલેના સ્મારક બાંધાવ્યા હતા. [૧૬] દલિત નેતાઓ જેમ કે ડો.બાબાસાહેબ આંબેડકર, બીએસપી(BSP)ના સ્થાપક કાંશીરામ રાણા, અને પોતાની પણ. કહેવાય છે કે આ મૂર્તિઓ અને સ્મારક ઉદ્યાનો કે જેમાં તે બાંધવામાં આવ્યા હતા તેનો રાજ્ય સરકાર પર ખર્ચો Rs. 2000 કરોડનો છે.[૧૭] ત્યારે પણ જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યના 47 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા હતા [૧૮] . સપ્ટેમ્બર 2008માં ભારતની સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને મૂર્તિઓના બાંધકામ પર ફરીથી ચકાસણી કરી. હાલમાં જ માયાવતીજીની સરકારે મૂર્તિઓના રક્ષણ માટે ખાસ પોલીસ દળની યોજનાને મંજૂર આપી. તેણીને ભય હતો કે તેના રાજકીય પ્રતિપક્ષીઓ કદાચ આ મૂર્તોઓને તોડી દે.[૧૯].ભારતના તમામ ભાગોમાં દલિત નેતા ભીમરાવ આંબેડકરની મૂર્તિને અપવિત્ર કરવી તે સામાન્ય બાબતે છે.[૨૦].[૨૧].[૨૨].[૨૩].

નાણાની ઉચાપત

[ફેરફાર કરો]

માયાવતીજી પર તેના બીએસપી (BSP)ના એમપી (MPs)ઓને તેવો આદેશ આપવાનો આક્ષેપ છે કે તેમના મુનસફી-ભંડોળ અને એમપીએલએડીએસ (MPLADS) ભંડોળની ફાળવણી ગેરકાયદેસર[૨૪] રીતે પક્ષના ભંડોળમાં કરે 2007-2008ના કરવેરા વર્ષમાં, માયાવતીજીએ ફોબ્સ સૂચીમાં આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી[૨૫] કરતા પણ વધુ આવકવેરો ભર્યો હતો.

યમુના ઝડપી રસ્તા

[ફેરફાર કરો]

તેવો આક્ષેપ છે કે માયાવતીના હોદ્દા હેઠળ 9000 ખેડૂતોને લૂંટવામાં આવ્યા હતા[૨૬].

વધુ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Mayawati in Newsweek's top woman achievers' list". મૂળ માંથી 2012-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  2. "Mayawati is India's anti-Obama: Newsweek".[હંમેશ માટે મૃત કડી]
  3. http://news.bbc.co.uk/2/hi/south_asia/1958378.stm
  4. http://news.bbc.co.uk/2/hi/south_asia/1958378.stm
  5. http://news.bbc.co.uk/2/hi/south_asia/1958378.stm
  6. "Profile of Mayawati, Chief Minister of Uttar Pradesh". Official UP Government Release. મૂળ માંથી 2007-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-13.
  7. "Samajwadi Party claims to have on tape Mayawati demanding a 'cut'". Rediff.com. 2003-03-04. મેળવેલ 2007-03-30.
  8. "Politics of vendetta". મૂળ માંથી 2010-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  9. માયા ચાબુકનો ફટકોIBNlive.com સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
  10. "Uttar Pradesh police recruitment scam". News Track India. 2007-10-01. મેળવેલ 2008-06-26.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  12. http://news.bbc.co.uk/2/hi/south_asia/1958378.stm
  13. Coram: S.B. SINHA S.H. KAPADIA D.K. JAIN (2007-10-10). "M.C. Mehta Vs. Union of India & Ors". મૂળ માંથી 2014-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  14. http://news.bbc.co.uk/2/hi/south_asia/1958378.stm
  15. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  16. Rajiv Ranjan Jha (25 May 2005). "Mayawati adds another 100 feet to her stature". Times of India. મેળવેલ 2007-05-13.
  17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  18. http://online.wsj.com/article/SB124867513753883107.html
  19. http://news.bbc.co.uk/2/hi/south_asia/8499673.stm
  20. http://news.bbc.co.uk/2/hi/south_asia/6211532.stm
  21. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  23. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-24.
  24. http://www.financialexpress.com/news/MPLAD-Funds-See-78-Utilisation/85804/
  25. http://timesofindia.indiatimes.com/India/Mayawati_SRK_top_taxpayers_list/articleshow/3319521.cms
  26. url=http://www.indianexpress.com/news/yamuna-expressway-halts-in-its-tracks/414323/1 |Retrieved 23october2009

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy