નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ | |
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ | |
પૂર્ણ નામ | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ |
---|---|
જૂનાં નામો | સરદાર પટેલ સ્ટેડિયમ |
સ્થાન | મોટેરા, અમદાવાદ, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°5′30″N 72°35′51″E / 23.09167°N 72.59750°E |
માલિક | ગુજરાત ક્રિકેટ એસોશિયેશન |
સંચાલક | ગુજરાત ક્રિકેટ એસોશિયેશન |
ખાસ બેઠકો | ૭૬ |
બેઠક ક્ષમતા | ૧,૩૨,૦૦૦ (૨૦૨૦–હાલમાં)[૩] ૫૪,૦૦૦૦ (૨૦૦૬–૨૦૧૫)[૪][૫] 49,000 (1982–2006) |
મહત્તમ દર્શકો |
|
મેદાન માપ | ૧૮૦ યાર્ડ્સ x ૧૫૦ યાર્ડ્સ[૬] |
વિસ્તાર | ૬૩ |
સપાટી વિસ્તાર | ઓસ્ટ્રિલયન ઘાસ (ઓવલ) |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૯૮૩ (જૂનું માળખું), ૨૦૧૭ (વિસ્તરણ) |
બાંધકામ | ૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું) ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી) |
શરૂઆત | ૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું) ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી) |
સમારકામ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ |
વિસ્તૃત | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ |
બંધ કરેલ | ૨૦૧૫ (જૂનું માળખું) |
તોડી નાખેલ | ૨૦૧૫ (જૂનું માળખું) |
બાંધકામ ખર્ચ | ₹૮૦૦ crore (US$૧૦૦ million) (પુન:બાંધકામ, ૨૦૧૭–૨૦૨૦)[૧] |
સ્થપતિ | પોપ્યુલસ (પુન: બાંધકામ) શશી પ્રભુ[૨] (જૂનું માળખું) |
સામાન્ય કોન્ટ્રાક્ટર | લાર્સન & ટ્રુબો |
ભાડુઆતો | |
ભારતીય ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં) ગુજરાત ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં) રાજસ્થાન રોયલ્સ (૨૦૧૦ અને ૨૦૧૪) ગુજરાત ટાઇટન્સ (૨૦૨૨–હાલમાં) |
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પૂર્વે મોટેરા સ્ટેડિયમ) એ 'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ', અમદાવાદ, ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે.[૭] તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.[૮] તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.
સ્ટેડિયમનું બાંધકામ ૧૯૮૩માં થયું હતું અને ૨૦૦૬માં તેનું સમારકામ થયું હતું.[૯] શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચો તેમાં નિયમિતપણ યોજાતી રહી. ઇ.સ. ૨૦૧૫માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણરીતે તોડી પાડી ને ફેબ્રુઆરી ૨૦૨૦માં ૮૦૦ કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું હતું.[૧૦]
ક્રિકેટ સિવાય અહીં ગુજરાત સરકારના કાર્યક્રમો પણ યોજાયા છે. ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ના ક્રિકેટ વિશ્વકપની રમતો અહીં યોજાઈ હતી. અહીંની પીચ સામાન્ય રીતે દડાબાજોનો સાથ આપે છે. ઇ.સ. ૨૦૨૦ સુધીમાં અહીં ૧૨ ટેસ્ટ, ૨૩ એકદિવસીય અને ૧ ટી-૨૦ રમતો યોજાઈ ગઈ હતી.[૧૧]
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં કરાયું હતું.[૧૨] ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ વાર ગુલાબી રંગના દડાનો ઉપયોગ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ રમતમાં થયો હતો.[૧૩]
ભારતમાં ક્રિકેટ વિશ્વ કપના આયોજન દરમિયાન અહીં ઓછામાં ઓછી ૧ મેચ રમાઇ જ છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૯૯૬ના વિશ્વ કપની પ્રથમ રમત અહીં રમાઇ હતી. ૧૯૮૭ અને ૧૯૯૬ના વિશ્વકપમાં અહીં માત્ર એક જ રમત રમાઇ હતી.
આ મેદાનમાં ૧૯૯૬માં દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસમાં શરૂઆતની મેચમાં, તેઓને જીતવા માટે ૧૭૦ રનની જરૂર હતી પરંતુ ભારતના ઝડપી ગોલંદાજ જવગલ શ્રીનાથે માત્ર ૨૧ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી અને ભારતે જીત મેળવી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Motera Stadium gearing up to host Trump".
- ↑ "Archived copy". મૂળ માંથી 23 August 2011 પર સંગ્રહિત. મેળવેલ 1 April 2011.CS1 maint: archived copy as title (link)
- ↑ "IND vs ENG: 'Outstanding for Indian cricket,' says Virat Kohli on Narendra Modi Stadium". India TV.
- ↑ HT Correspondent (10 December 2016). "Why Sardar Patel Stadium in Motera, Ahmedabad will make cricket history". Hindustan Times. મેળવેલ 10 December 2016.
- ↑ Sardar Patel Stadium, Motera, Ahmedabad, India. ESPN
- ↑ "New Motera Stadium is PM Modi's Vision". The Times of India.
- ↑ World, Republic. "Narendra Modi Stadium just one of Sardar Patel Sports Enclave's features; Here's the plan". Republic World (અંગ્રેજીમાં). મેળવેલ 24 February 2021.
- ↑ "Narendra Modi Stadium". GCA Motera Stadium (અંગ્રેજીમાં). મેળવેલ 28 February 2021.
- ↑ "Motera Stadium: Gujarat's Grand Stand". Ahmedabad Mirror.
- ↑ "Donald Trump likely to inaugurate, Motera Cricket Stadium, world's largest cricket facility in Ahmedabad". The Economic Times. મેળવેલ 14 February 2020.
- ↑ "Stadium statistics (on ESPN Cricinfo)".
- ↑ "110,000 capacity cricket stadium in Motera, world's largest, renamed as Narendra Modi Stadium". India Today (અંગ્રેજીમાં). 24 February 2021. મેળવેલ 24 February 2021.
- ↑ "Motera Stadium set to host Pink Ball Test: All you need to know about revamped cricket ground in Ahmedabad". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 24 February 2021.