લખાણ પર જાઓ

બિહાર

વિકિપીડિયામાંથી
બિહાર

बिहार
રાજ્ય
ઉપરથી સમઘડી દિશામાં: બોધ ગયા ખાતે ગૌતમ બુદ્ધની પ્રતિમા, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરો, મધુબની/મિથિલા ચિત્રકલા, બ્રહ્મા કુંડ રાજગીર
બિહારની અધિકૃત મહોર
મહોર
બિહારનું ભારતમાં સ્થાન
બિહારનું ભારતમાં સ્થાન
બિહારનો નકશો
બિહારનો નકશો
અક્ષાંશ-રેખાંશ (પટના): 25°24′N 85°06′E / 25.4°N 85.1°E / 25.4; 85.1
દેશ ભારત
વિસ્તારપૂર્વ ભારત
બિહાર પ્રાંત૧ એપ્રિલ ૧૯૩૬
સારાંશ
  • ૧૭૬૪ થી માર્ચ ૧૯૧૨ : બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ
  • ૧૯૧૨ થી ૧૯૩૬ : બિહાર અને ઓડિશાનો ભાગ
  • ૧ નવેમ્બર ૧૯૫૬ : પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારનો સમાવેશ
  • ૧૫ નવેમ્બર ૨૦૦૦ : દક્ષિણ ભાગમાંથી ઝારખંડની રચના
પાટનગરપટના
સૌથી મોટું શહેરપટના
જિલ્લાઓ૩૮
સરકાર
 • રાજ્યપાલફાગુ ચૌહાણ[]
 • મુખ્ય મંત્રીનિતિશ કુમાર
 • વિધાન સભાદ્વિગૃહી
બિહાર વિધાન પરિષદ ૭૫
બિહાર વિધાન સભા ૨૪૩
 • ૧૬મી લોક સભા૪૦
 • હાઇ કોર્ટપટના હાઇ કોર્ટ
વિસ્તાર
 • કુલ૯૪,૧૬૩ km2 (૩૬૩૫૭ sq mi)
વિસ્તાર ક્રમ૧૨મો
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૦,૩૮,૦૪,૬૩૭
 • ક્રમ૩જો
 • ગીચતા૧,૧૦૨/km2 (૨૮૫૦/sq mi)
ઓળખબિહારી
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (ભારતીય માનક સમય)
UN/LOCODEINBR
ISO 3166 ક્રમIN-BR
વાહન નોંધણીBR
HDIIncrease ૦.૪૪૭[] (low)
HDI ક્રમ૧૬મો (૨૦૧૦)
સાક્ષરતા[]૬૩.૮% (કુલ)
૭૩.૫% (પુરુષ)
૫૩.૩% (સ્ત્રી)
અધિકૃત ભાષાહિંદી
અન્ય અધિકૃત ભાષાઉર્દૂ
વેબસાઇટgov.bih.nic.in
બિહાર[]ના પ્રતિકો
બિહાર[]ના પ્રતિકો
સસ્તન પ્રાણીબળદ (बैल)
પક્ષીચકલી (गौरैया)
ફૂલગલગોટો (गेंदा)
વક્ષપીપળો (पीपल)

બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે. તેનું ક્ષેત્રફળ 94,163 ચો.કિ.મી. છે.

બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે.

બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. મૌર્ય સામ્રાજ્ય ના રાજા અશોક પાટલિપુત્રથી શાસન કરતા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નો જન્મ બિહાર માં થયો હતો.

પ્રાચીન કાળ

[ફેરફાર કરો]

પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું. મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઇસ પૂર્વથી ૧૮૫ ઇસ પૂર્વ સુધી રહ્યું. છઠી અને પાંચમી સદી ઇસ પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ ચીન તથા જાપાન સુધી પહોંચી ગયો.

મધ્યકાળ

[ફેરફાર કરો]

બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં દિલ્હીના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી.

આધુનિક કાળ

[ફેરફાર કરો]

ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબુ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં ઑડિશાને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય આનાથી અલગ કરી દેવામાં આવ્યું.

ભૌગોલિક સ્થિતિ

[ફેરફાર કરો]

ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે.

બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે.

રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધી રહે છે. એપ્રિલમાં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - ઓગસ્ટમાં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ ઓક્ટોબર માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે.

ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે. અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે.

બિહાર રાજ્યના જિલ્લાઓ

[ફેરફાર કરો]

સંસ્કૃતિ

[ફેરફાર કરો]

બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી (મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. શિખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયંતી પર ભારે શ્રદ્ધાર્પણ જોવા મળે છે.

જાતિવાદ

[ફેરફાર કરો]

જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું. વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું. જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું.

ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે.

લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદન સામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં બિસ્મિલ્લાહ ખાનનું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં થયો હતો.

ખાનપાન

[ફેરફાર કરો]

બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.

રમત ગમત

[ફેરફાર કરો]

ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે. આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી (ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે.

આર્થિક સ્થિતિ

[ફેરફાર કરો]

દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એક બિહારના લોકોનો મુખ્ય આવક સ્ત્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક કિસ્સાઓમાં વૃદ્ધિ થઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જેને સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનું સાધન બની ગયેલ છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Senior BJP Leader Phagu Chauhan Appointed Governor of Bihar, to Take Over From Lal Ji Tandon". News18. 20 July 2019. મેળવેલ 25 July 2019.
  2. "census of india". Census of India 2001. Government of India. ૨૭ મે ૨૦૦૨. મૂળ માંથી ૩ એપ્રિલ ૨૦૦૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૦૭. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)
  3. "Inequality- Adjusted Human Development Index for India's States". UNDP. મૂળ માંથી 2015-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૫.
  4. "Literacy Rate in India". Indiaonlinepages.com. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૬.
  5. "Bihar". Webindia123.com. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫.


pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy